24 Feb, 01:07
શું ખબર... ?
પાંજરે પુરાય રેહવાનિયે એક મજા હશે..
કે જિંદગી આખી ઉડતા રેહવું...ક્યારેક તો સજા હશે!!
બહારની દુનિયા એ આમ તો મધુરી હશે
પણ હુંફાળા એક ખૂણે કૈક તો માયા બંધાણી હશે.. !
હિંમતનું કાઠું કાઢવા દિવસની રેલમછેલ છોગાળી હશે..
સંવેદનાના પાને અંધારી ભીતે અંઢેલાય રેહવાની કોક તો ખેવના નિરાળી હશે ..!!
પૂછી ને કહું તો મગજ માં ધસમસ્તતા વિચારો નું ટોળું હશે..
પણ આમ કશેક, મનના કોક ખૂણે , શાંત ચિત્તનું સામ્રાજ્ય હશે...!
------------------------------
પાંજરું :
પશુ પક્ષીને પૂરી રાખવા બનાવેલું સળિયાનું ઘર (૨) તેવો કોઈપણ ઘાટ (૩) પાંજરી (૪) અદાલતમાં ન્યાયાધીશ સામે જવાબ આપવા ઊભા રહેવાની પાંજરા જેવી જગા
માયા :
દયા; દાઝ; લાગણી; કરુણા; અનુકંપા; કૃપા.
કાઠું કાઢવું :
શરીરની ઊંચાઈ લેવી, ઊંચા વધવું. શરીર બંધાવું; જુવાની આવવી.
રેલમછેલ:
પુષ્કળતા.
છોગાળું :
(માથે પાઘડીમાં) છોગાવાળું. (૨) (લા.) છેલછબીલું, વરણાગિયું
અંધારી:
અંધારાવાળી; અજવાળા વિનાની. જેમકે, અંધારી રાત.
ખેવના:
ગરજ, પરવા, દરકાર. (૨) કાળજી, ચાનક
કાળજી; ચાનક; સંભાળ
આદત; ટેવ.
આવશ્યક્તા; જરૂરિયાત.
નિરાળુ :
અલગ; જુદું; નોખું; અનોખું; ન્યારું. જુદું પડી ગયેલું,
નિર્જન; એકાંત.
વિલક્ષણ; અદ્ભુત.
ચિત્ત:
અંત:કરણ, હૃદય, મન. (૨) (લા.) લક્ષ, ધ્યાન
ઇરાદો; કાળજી; ધ્યાન.
વિચારેલું; ઇચ્છેલું.
ખાલી; શૂન્ય.
સામ્રાજ્ય:
સમુદ્રપર્યંત ફેલાયેલું રાજ્ય.